મોરબી : વેલમાઇકા લેમિનેટ્સ દ્વારા મોરબી તાલુકાની ભડીયાદ પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓને ગણવેશ અને શૈક્ષણિક સ્ટેશનરી કીટનું ભેટ રૂપે વિતરણ કરવામાં આવ્યું હતું. મોરબીમાં વેલમાઇકા લેમિનેટ્સનું યુનિટ ધરાવતા ઉદ્યોગપતિએ સામાજિક દાયિત્વ નિભાવવાના ભાગરૂપે આજે ભડીયાદ પ્રાથમિક શાળાનાં સર્વે વિદ્યાર્થીઓને ગણવેશ અને સ્ટેશનરી કીટનું સ્વહસ્તે વિતરણ કર્યું હતું. એકંદરે શ્રમજીવી વર્ગના બાળકો ધરાવતી આ સ્કૂલના આચાર્યએ ઉદ્યોગપતિના પ્રેરણાદાયી કાર્ય માટે તેમનું શાલ ઓઢાડી સન્માન કરીને આભાર વ્યક્ત કર્યો હતો. શિયાળાની સવારે બાળકો પણ નવો ગણવેશ મેળવીને ખુશખુશાલ થઇ ગયા હતા.