મોરબી : હાલમાં ફેલાયેલી કોરોનાની મહામારીને લીધે અનેક લોકો આર્થિક અગવડતા ભોગવી રહ્યા છે ત્યારે હજૂ સુધી કોઈપણ પ્રકારના સહયોગથી વંચીત રહેલા લોકોને વિશિષ્ટ સહયોગ આપવાના હેતુથી ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા આવા પરિવારોમાં 201 રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમા જીવન જરુરી સામગ્રીની 11 વસ્તુઓ આપવામાં આવી હતી. જો લોકડાઉન લંબાશે તો આ સંસ્થા વધુ કિટ આપવાનું આયોજન પણ વિચારી રહી છે. વિવિધ દાતાઓના સહયોગથી ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા મોરબીના વિવિધ વિસ્તારોમાં જઈ અનેક શ્રમયોગી અને કર્મયોગી પરિવારોને આવરી લેવામાં આવ્યા હતા. પ્રત્યેક પરિવારના ઘરે જઈને કિટ વિતરણ કરવામાં આવેલ હોવાથી સ્વમાનભેર સહકારની ભાવના વિકસી હતી. સમગ્ર આયોજનને સુપેરે પૂર્ણ કરવા ભારત વિકાસ પરિષદ મોરબીના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી, મંત્રી હરેશભાઇ બોપલીયા, ડો. ઉત્સવભાઈ દવે, ધ્રુમિલભાઈ આડેસરા, કિશનભાઈ વાગડિયા, યોગેશભાઈ જોશી તથા સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.