મોરબી : મોરબી અને આજુબાજુના ગામોમાં વૃક્ષો વાવવાની અને ઉછેરવાની કામગીરી આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહી છે. જેમા લોકોને પ્રોત્સાહન મળે તે હેતુથી દર વર્ષેની જેમ ચોમાસાની શરૂઆતમાં આરોગ્ય ભારતી, મોરબી તથા પરિશ્રમ ઔષધિ વન દ્વારા દુર્લભ અને લુપ્ત થતાં ઔષધિય વૃક્ષો તેમજ રોગ ઉપચારમાં ઉપયોગી એવા હરડે, બહેડા, આંબળા, પુત્રજીવક, ઉમળો, સીતાફળ, જામફળ, સેતુર, બોરસલી જેવા 80 થી વધુ જાતોના ઔષધિય વૃક્ષો, ફળાઉ તેમજ ફૂલઝાડના રોપાનું નજીવા દરે વિતરણ રવિવારના દિવસે કરવામાં આવનાર છે. શહેરીજનોને તેનો લાભ લેવા આયોજકો તરફથી અપીલ કરવામાં આવી છે. તારીખ 7/7/2019ને રવિવારે સવારે 09:00 થી બપોરે 12:00 અને બપોરે 03:00 થી સાંજે 06:00 વાગ્યા સુધી પરિશ્રમ ઔષધિ વન, શ્રીજી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, વિનાયક મારબલની સામે, અજંતા કલોક પહેલા, મોરબી - રાજકોટ હાઇવે, મોરબી ખાતેથી રાહતદરે રોપા વિતરિત થશે. આ અંગે વધુ માહિતી માટે મોબાઈલ નંબર 9879127054, 9898271700, 9879542100 પર સંપર્ક કરવા આયોજકોની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne