મોરબી : મોરબીના ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા ખાખરાળા મુકામે ગંગા સ્વરૂપ બહેનોને અનાજ કીટ અને કોલેજમાં અભ્યાસ કરતી દીકરીઓને ફી માટે આર્થિક સહાય કરવામાં આવી હતી.ચિત્રા હનુમાનજી ધુન મંડળ મોરબીના પ્રમુખ અને સભ્યો તથા ખાખરાળા ગામના ભટ્ટભાઈના હસ્તે ગંગા સ્વરૂપ બહેનોને અનાજ કીટ આપવામાં આવી હતી અને સાથે જ કોલેજમાં અભ્યાસ કરતી દીકરીઓને ફી ભરવા માટે અને ઘર ચલાવવા માટે રૂપિયા 25 હજાર રોકડ અનુદાન આપવામાં આવ્યું હતું.