મોરબી : ગરીબ બાળકોને જમવાથી માંડીને રહેવા માટેની તમામ સુવધા વિના મૂલ્યે પૂરી પાડતા શ્રમિક સેવા ટ્રસ્ટ સંચાલિત અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પટેલ સોશ્યલ ગ્રુપ (એલ. ઇ . કૉલેજ - મોરબી) દ્વારા આજ રોજ કપડા, રમકડાં, શિયાળા માટેના ગરમ કપડા, ધાબળા તથા અન્ય જીવન જરૂરિયાત ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે એલ. ઇ . કૉલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા પટેલ સોશ્યલ ગ્રુપ ચલાવવામાં આવે છે. તેઓ અભ્યાસની સાથે સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહે છે. હાલમાં દિવાળીના તહેવાર માટે ઘરમાં કરવામાં આવેલી સાફ-સફાઈ દરમિયાન બિનઉપયોગી ચીજ-વસ્તુઓને ફેંકી દેવાને બદલે ગરીબ લોકો તેનો ઉપયોગ કરી શકે તે માટે તે વસ્તુઓનું વિતરણ જરૂરિયાતમંદોને કરવામાં આવ્યું હતું.