મોરબીઃ આવતીકાલે તારીખ 17 ઓક્ટોબર ને સોમવારના રોજ બપોરે 2-45 કલાકે મોરબીના શનાળા રોડ પર આવેલા માર્કેટિંગ યાર્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 50 લાખ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમનો શુભારંભ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 50 લાખ લાભાર્થીઓના આયુષ્માન કાર્ડ વિતરણ શુભારંભના કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી અને ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા સવિશેષ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.