ખાનપરમા પશુ સારવાર કેન્દ્રના રીપેરીંગ તેમજ જેતપરમા પશુ દવાખાના રીપેરીંગ અને કંપાઉન્ડ વોલના કામને મંજૂરી મોરબી : મોરબી જિલ્લા પંચાયતની ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતીની બેઠકમાં રૂ. 10 લાખના કામોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં ખાનપર ગામે પશુ સારવાર કેન્દ્રના રીપેરીંગ તેમજ જેતપર ગામે પશુ દવાખાના રીપેરીંગ અને કંપાઉન્ડ વોલના કામને લીલીઝંડી મળી હતી. જિલ્લા પંચાયત કચેરી ખાતે ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતીની બેઠક મળી હતી. જેમાં સમિતિના ચેરમેન મનીષાબેન મનસુખભાઈ સરાવડિયા સહિતના 4 સભ્યો હાજર રહ્યા હતા. આ સાથે સભ્ય સચિવ તરીકે ખેતીવાડી અધિકારી ડી.બી. ગજેરા, પશુપાલન વિભાગના ડો. ભોરણીયા અને કાર્યપાલક ઈજનેર માલવણીયા સહિતના હાજર રહ્યા હતા. આ બેઠકમાં રૂ. 2.5 લાખના ખર્ચે ખાનપરમા પશુ સારવાર કેન્દ્રના રીપેરીંગ કામને તેમજ રૂ. 7.5 લાખના ખર્ચે જેતપરમા પશુ દવાખાનાના રીપેરીંગ અને કંપાઉન્ડ વોલના કામને લીલીઝંડી આપવામાં આવી હતી.