ગત વર્ષે 15 હજાર મૃતિઓની સાપેક્ષમાં આ વખતે અઢી હજાર જેટલી જ મૂર્તિઓ બની (અવની ફૂલતરીયા, રીમા શેરસીયા) મોરબી : કોરોના કાળના કારણે તમામ તહેવારો એકદમ નીરસ બની ગયા છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે તમામ જાહેર કાર્યકમો રદ કરાયા હોવાથી લોકોમાં તહેવારોની ઉજવણીનો રંગ ફિક્કો પડી ગયો છે. ત્યારે આ વખતે મોરબીમાં કોરોનાના કારણે ગણેશ મહોત્સવમાં મંદીનું વિઘ્ન નડયું છે. મોરબીમાં આ વખતે ગણપતિ મહોત્સવને કોરોનાની સૌથી વધુ ઘેરી અસર થઈ હોય તેમજ ગણેશ મૂર્તિઓનું માર્કેટ એકદમ ડીમ છે. ખાસ કરીને હજુ સુધી મોરબીમાં ગણેશ મૃતિઓનું માત્ર 30 થી 40 ટકા જ વેચાણ થયું છે. ગણેશ મૂર્તિઓનું વેચાણ એટલું આ વખતે ઓછું છે કે ગણેશજીની મૃતિઓ બનાવનાર કારીગરોને નફો મળવાની વાત બાજુએ રહી પણ મહેનતાણું પણ માંડ માંડ નીકળે છે. મોરબીમાં દર વર્ષે ગણેશ મહોત્સવને મહીનાઓની વાર હોય ત્યારે ખાસ કરીને ગણેશજીની વિવિધ આકારની મૂર્તિઓ બનાવવાનું કામ શરૂ થઈ જતું હતું અને ગણેશ મહોત્સવને ગણતરીના દિવસો બાકી હોય ત્યારે ગણેશજીની મૂર્તિઓની ખરીદીમાં રીતસર તડાકો પડી જતો અને એકંદરે લોકો હર્ષોલ્લાસભેર ગણેશ મહોત્સવ મનાવતા હતા. પણ આ વખતે કોરોનાનું ગ્રહણ એટલી હદે નડયું કે ગણેશજીની મૃતિઓ બનાવવાનું કામ પણ છેક હમણાંથી શરૂ થયું હતું. અને મંદીનો એવો માર પડ્યો કે છેક હમણાં બે-ત્રણ દિવસથી મૂર્તિઓની ખરીદી શરૂ થઈ હતી અને એમાં પણ જબરદસ્ત કાપ મુકાયો છે. ગત વર્ષની સરખામણીએ હાલ માત્ર 30 થી 40 ટકા પણ માંડ માંડ મૃતિઓ ખરીદીની થઈ હતી. ગણેશજીની મૂર્તિ બનાવનાર કારીગરોની એટલી કફોડી હાલત છે કે તેમને મહેનતાણું પણ માંડ માંડ નીકળે છે. મોરબીમાં ગણેશજીની મૃર્તિ બનાવનાર આશરે 150 જેટલા કારીગરો છે. કોરોના કાળને કારણે હાલ આશરે 30 જેટલા કારીગરો મૃતિઓ બનાવી છે. આ કારીગરો કહે છે કે આ વખતે મંદી એટલી બધી કે છે કે નફો તો બાજુએ રહ્યો પણ મજૂરી પણ માંડ માંડ નીકળે છે. ગયા વખત કરતા થોડો ભાવ પણ ઓછો છે. ગયા વર્ષે રૂ.300 થી માંડીને રૂ.13 હજાર સુધીની એક ફૂટથી માંડીને ચાર ફૂટ સુધીની હતી. આ વખતે રૂ.150થી માંડી રૂ.7 હજાર સુધીના ભાવની મૂર્તિઓ છે. ગયા વર્ષે 15 હજાર મૂર્તિઓ બની હતી. પણ આ વખતે કોરોનાના કારણે અઢી હજાર જેટલી જ મૃતિઓ બની છે. જ્યારે માટી અને પીઓપીની એક ફૂટથી માંડીને ચાર ફૂટ સુધીની મૂર્તિઓ મળે છે. જેમાં રૂ. 2100થી માંડીને રૂ. 9 હજાર સુધીના ભાવે માટીની મૂર્તિઓ મળે છે અને રૂ. 150થી માંડીને રૂ. 7 હજાર સુધીના ભાવે પીઓપીની મૃતિઓ મળે છે. પણ ઘરાકી ઘણી જ ઓછી છે.