શનાળા રોડ પર રામ ચોક પાસે જાહેરમાં મેડિકલ વેસ્ટના નિકાલથી જન આરોગ્ય ઉપર ખતરો, સંબધિત તંત્ર કડક કાર્યવાહી કરે તેવી માંગ મોરબી : મોરબીના શનાળા રોડ પર રામચોક પાસે કે.કે. સ્ટીલની સામે જાહેર રોડ ઉપર કોઈએ મેફિકલ વેસ્ટ ફેંકી દેતા જન આરોગ્ય ઉપર ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે. મેડિકલ વેસ્ટનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવાને બદલે આવી રીતે જોખમી નિકાલ કરતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે આ મેડિકલ વેસ્ટનો જોખમી રીતે નિકાલ કરનાર જવાબદારો સામે સંબધિત તંત્ર કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. મોરબીના હાર્દસમા અને સતત અવરજવર ધરાવતા શનાળા રોડ ઉપર રામચોક પાસે કે.કે. સ્ટીલ શોપની સામે જાહેર રોડ ઉપર કોઈએ આજે મેડિકલ બેસ્ટ ફેંકી દીધો હતો. જેમાં હોસ્પિટલ અને લેબોરેટરીમાં દર્દીઓ માટે વપરાયેલા મેડિકલ સમાન, ગ્લોઝનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવાની જગ્યાએ અહીં જાહેરમાં ફેંકી દેવાતા જન આરોગ્ય ઉપર ગંભીર ખતરો ઉભો થયો છે. જો કે, રામચોક આજુબાજુમાં અનેક હોસ્પિટલો અને લેબોરેટરીઓ આવેલી છે. આ વિસ્તારમાં હોસ્પિટલ ઝોન વિસ્તાર ગણાય છે. ત્યારે હોસ્પિટલ ઝોન વિસ્તારમાં કોઈ હોસ્પિટલ કે લેબોરેટરીના સંચાલકોએ જન આરોગ્ય સાથે ચેડાં થાય તેવું કૃત્ય કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેથી સંબધિત તંત્ર આ મેડિકલ વેસ્ટ કોણે ફેંક્યો તે અંગે આજુબાજુના સીસીટીવી ચકાસી યોગ્ય તપાસ ચાલવીને દોષીતો સામે કડક હાથે કામ લે તેવી લોકમાંગ પ્રબળ બની છે.