મોરબી : રાજસ્થાનના કોટા ખાતે આયોજિત ચંબલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ– સિઝન 9, વર્ષ 2026 માં મોરબીના દર્શી વિડજા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ “તુલસી શ્યામ– ધ અનએક્સપ્લોરેડ સ્ટોરી” ને Best Concept (Documentary Short – Student) કેટેગરીમાં પ્રતિષ્ઠિત એવોર્ડ મેડલ પ્રાપ્ત થયો છે.મોરબી માટે ગૌરવની ક્ષણઆ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં વિશ્વના 101 દેશોમાંથી કુલ 1205 ફિલ્મ સબમિટ થયેલી હતી. જેમાંથી ટોટલ 250 ફિલ્મ નૉમિનેશનમાં આવી હતી. જેમાંથી પસંદગી પ્રક્રિયા બાદ શ્રેષ્ઠ ફિલ્મોને સન્માનિત કરવામાં આવી હતી. આવી મોટી સ્પર્ધામાંથી મોરબીના દર્શી વિડજાની ફિલ્મને એવોર્ડ મળવો એ મોરબી માટે ગૌરવની બાબત છે.તુલસી શ્યામ વિસ્તાર અંગે છે ડોક્યુમેન્ટરીફિલ્મ “તુલસી શ્યામ – ધ અનએક્સપ્લોરેડ સ્ટોરી” તુલસી શ્યામ વિસ્તારની અજાણી અને ઓછી જાણીતી કહાનીને સર્જનાત્મક રીતે રજૂ કરતી ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ છે. આ ફિલ્મ દ્વારા તુલસી શ્યામના પ્રાકૃતિક સૌંદર્ય, સાંસ્કૃતિક મહત્વ અને તેની વિશિષ્ટ ઓળખને ખૂબ સુંદર રીતે રજૂ કરવામાં આવી છે.ફિલ્મમાં તુલસી શ્યામના ઇતિહાસને જીવંત રીતે રજૂ કરવા માટે વાર્તાકાર તરીકે યોગેશ પંડ્યાની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહી છે. ચંબલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન રંગકર્મ ઔર કલા સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું તથા આ ફેસ્ટિવલને ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય અને NFDC – Cinemas of India દ્વારા સમર્થન પ્રાપ્ત છે. ફેસ્ટિવલના સ્થાપક અને ફેસ્ટિવલ ડાયરેક્ટર તરીકે ડૉ. કપિલ સિદ્ધાર્થ જોડાયેલા છે.આ આંતરરાષ્ટ્રીય સન્માનથી દર્શી વિડજાને ભાવિ સમયમાં વધુ ગુણવત્તાપૂર્ણ અને સમાજને સ્પર્શતી ફિલ્મો બનાવવા માટે નવી પ્રેરણા મળી છે અને ગુજરાતના યુવા ફિલ્મકારો માટે પણ આ સિદ્ધિ ગર્વ અને ઉત્સાહનું કારણ બની છે.