હવામાન વિભાગની આગાહી સૌરાષ્ટ્રમાં બે દિવસ માટે વરસાદી વાતાવરણ મોરબી : મોરબીમાં વાતાવરણમાં પલટાથી વહેલી સવારથી જ વાતાવરણમાં ધૂમમ્સ જોવા મળી સમસ્યાના કારણે વાહન વ્યવહાર પર સીધી જ અસર જોવા મળતી હતી. રાજકોટ મોરબી હાઇવે પર દરરોજના હજારો વાહન પસાર થઈ રહ્યા છે ત્યારે આ હાઇવેને ફોરટ્રેક બનાવવાનું કામ ચાલુ છે તો બીજી તરફ વહેલી સવારથી ધૂમમ્સના કારણે વાહનચાલકોને વાહન ચલાવવામાં મુસીબત પડી રહી હતી. આજે વહેલી સવારે રાજકોટ મોરબી હાઇવે પર ધુમ્મસના કારણે આગળ જતાં સો મીટર વાહનો વાહનચાલકોની દેખાતા ન હતા. જેના કારણે વાહનચાલકોને વાહન ચલાવવામાં ભારે મુસીબત પડી રહી હતી. તેમજ ધુમ્મસના કારણે વાહનચાલકો પોતાના વાહન રોડની સાઇડ પર પાર્ક કરતા જોવા મળ્યા હતા તો આ સાથે ધુમ્મસના કારણે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.