વાંકાનેર : ઢુવા થી મોરબી બાજુ આવેલ નેશનલ હાઈવે પર આવેલ 20 નાલા તરીકે ઓળખાતો બ્રિજ અત્યંત જોખમી હાલતમાં હોય તાત્કાલિક રીપેરીંગ કરવો જરૂરી છે. આજથી લગભગ બે વર્ષ અગાઉ રોંગ સાઈડમાં આવતી રિક્ષાને બચાવવા જતાં ટેન્કર દ્વારા આ બ્રિજ ડેમેજ થયો હતો અને આ બ્રિજની રેલિંગ તૂટી ગઈ હતી. બ્રીજની રેલિંગ ટુટતા ત્યાંથી ગમે ત્યારે મોટરસાયકલ ચાલક નીચે પડી જાય તેવી શક્યતાઓ રહેલી હોય અને આટલો લાંબો સમય થવા છતાં આ બ્રિજ નું રીપેરીંગ કામ ચાલુ થયેલ ન હોય લોકોમાં તંત્ર પ્રત્યે ધૃણા ઉદ્દભવી છે. આ નેશનલ હાઇવે ટોલ રોડ હોય અને અહીં પસાર થતા વાહન ચાલકો પાસેથી તોતિંગ ટોલ ટેક્સ રૂપે પૈસા પડાવી રહ્યા હોવા છતાં તંત્ર રીપેરીંગ માટે ક્યારેય જવાબદારીપૂર્વક કામ ન કરી રહી હોય અહીં તંત્ર પ્રત્યે ગંભીર પ્રશ્નો ઉદભવી રહ્યા છે. આ રોડ પરથી અવારનવાર જિલ્લા કલેકટર શ્રી, પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને નેશનલ હાઇવે ઓથોરિટી ના અધિકારીઓ પસાર થતા હોવા છતાં આવા ગંભીર અકસ્માતગ્રસ્ત બ્રિજ પર નજર પણ નહીં પડતી હોય ?