એક સાથે ચાર - ચાર મકાનમાં ચોરી કરી તસ્કરો બે લાખની મતા ઉસેડી ગયા છતાં પોલીસે ફરિયાદ ન લેતા ચકચાર મોરબી : મોરબીના જાંબુડિયા નજીક આવેલ ધર્મસિધ્ધિ સોસાયટીમાં ખબકેલા તસ્કરોએ એક સાથે ચાર - ચાર મકાનોને નિશાન બનાવી તસ્કરો રૂપિયા બે લાખની માલમતા ઉસેડી ગયા હોવા છતાં મોરબીની જાંબાઝ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં ન આવતા ભારે આશ્ચર્ય સર્જાયું છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જાંબુડિયા નજીક આવેલ ધર્મસિધ્ધિ સોસાયટીમાં ગતરાત્રીના તસ્કરો ત્રાટકયા હતા અને એક સાથે ચાર - ચાર મકાનને નિશાન બનાવી ઘરધણીને ઘરમાં સુતા મૂકી બહારથી આગળિયા વાસી નિરાંતે ચોરી કરી બે લાખની માલમતા ઉઠાવી ગયા હતા. બીજી તરફ આ મામલે ધર્મસિધ્ધિ સોસાયટીના રહેવાસીઓએ તાલુકા પોલીસ મથકમાં આવી ફરિયાદ નોંધાવવા છતાં પોલીસે ફરિયાદ લીધી ન હતી જેથી સ્થાનિક લોકોમાં રોષ વ્યાપી ગયો હતો. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ અહીં ચાર વખત ચોરી થઈ હોવા છતાં પોલીસ ફરિયાદ ન નોંધતા લોકોમાં વ્યાપક રોષ વ્યાપી ગયો હતો. [gallery ids='38102,38103,38104,38105,38106']