રવિવારની રજાના કારણે લોકોની ભીડ એકઠી ન થાય તે માટે તંત્રનો સુરક્ષાલક્ષી નિર્ણય, બપોર બાદ સ્થિતિની સમીક્ષા કરાશેમોરબી અપડેટ: મોરબીમાં વરસાદ રોકાયાને લગભગ 18 કલાક જેટલો સમય વીતી ગયો છે અને ઉપરવાસમાંથી મચ્છુ 2 ડેમમાં પાણીની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. ગઈકાલે ડેમના 16 દરવાજા 10 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા, જેની સામે આજે પાણીની આવક ઘટતા માત્ર 2 દરવાજા 6 ફૂટ સુધી ખુલ્લા રાખવામાં આવ્યા છે. પરિણામે નદીમાં પાણીનો પ્રવાહ પણ ઓછો થયો છે.આમ છતાં, સુરક્ષાના કારણોસર મોરબીનો બેઠો પુલ આજે સતત બીજા દિવસે પણ બંધ રાખવામાં આવ્યો છે. આજે રવિવારનો દિવસ હોવાથી લોકો પાણી જોવા માટે બેઠા પુલ પર મોટી સંખ્યામાં ઉમટી પડે તેવી પૂરેપૂરી સંભાવના છે. એક જ જગ્યાએ લોકોની ભારે ભીડ એકઠી ન થાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે સુનિશ્ચિત કરવા તંત્ર દ્વારા પુલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.બપોર બાદ પાણીના પ્રવાહની અને એકંદર સ્થિતિની સમીક્ષા કર્યા પછી પુલને વાહનવ્યવહાર માટે ખોલવો કે કેમ તે અંગે તંત્ર દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે.#Morbi #MorbiUpdate #MorbiNews #Machhu2Dam #BethoPul #Monsoon2026 #MorbiRain