મોરબી : મોરબી શહેરમાં રહેતા એક પરિવારનો ઝઘડો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. જેમાં અગાઉની પોલીસ ફરિયાદનું મનદુઃખ રાખી દેર-દેરાણીએ ભાભીને માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની મળતી માહિતી મુજબ મોરબીના સિપાઇવાસ વિસ્તારમાં રહેતા આઈશાબેન ઈકબાલભાઈ ખોખરને તેના દિયર ઈમરાનભાઈ ખોખર અને તેના પત્ની રેશ્માબેનએ માર માર્યો હતો. જેમાં અગાઉની પોલીસ ફરિયાદ બાબતે સમાધાન ન કરતા હોવાનું મનદુઃખ રાખી દેર-દેરાણીએ ભાભીને માર માર્યો હતો. આ બનાવ બાબતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.