મોરબી : મોરબી એસટી ડેપો કાયમ કોઈને કોઈ ચર્ચામાં રહે છે ત્યારે આજે સવારે એક ગ્રામ્ય રૂટની બસ કંડકટર વગર દોડતી હોવાનું બહાર આવતા ચેકીંગ ટીમે કાર્યવાહી કરી હતી પરંતુ બાદમાં આ કંડકટર યુનિયન આગેવાન હોય ઘીના ઠામમાં ઘી પડી જવાય જેવો ઘાટ સર્જાયો હતો.જાણવા મળતી વિગતો મુજબ આજે ગુરુવારે વેહલી સવારે રાસંગપર ગામમાં નાઈટ હોલ્ટ કરતી એસટી બસ જ્યારે સવારે મોરબી રવાના થઈ ત્યારે કન્ડક્ટર વગર રૂટ ઉપાડેલ હતી. આ બાબતની જાણ રાજકોટ વિભાગના અધિકારીને થતા એસ.ટી. ચેકીંગ ટીમ માં રહેલ અધિકારીએ બસ ચેક કરતા રાસંગપર નાઈટ રૂટનાં કન્ડક્ટર પોતે રૂટ પર ફરજમાં નાં હતા અને બસમાં પોતે ન હોય અને બસ રેઢી ડ્રાઈવરને આપી અન્ય બસનાં કન્ડક્ટર પાસે બુકિંગ કરી રવાના કરેલ હોવાનું ધ્યાને આવ્યું હતું.વધુમાં કન્ડક્ટર પોતે એસટી વિભાગનાં યુનિયનના આગેવાન હોય અને વગદાર હોય જેથી ઘી ના ઠામમાં ઘી પડી જવાની નીતિ વચ્ચે આ કંડક્ટરની તબિયત નાદુરસ્ત હોય રૂટ ઉપર ન આવ્યા હોવાની મોરબીના એસટી વિભાગના અધિકારી બકા મહારાજે જણાવ્યું હતું.