નવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ગીર સોમનાથના મયુર પારેખ મુકાયા મોરબી : આજે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીઓની બદલીનો ઘાણવો કાઢતા મોરબી જિલ્લા શિક્ષણાધિકારી બી.એન.દવેની ગાંધીનગર શિક્ષણ વિભાગમાં વહીવટી વિભાગમાં બદલી કરવામાં આવી છે અને મોરબીમાં ખાલી પડેલી જગ્યાએ ગીર સોમનાથ જિલ્લામાં ફરજ બજાવતા મયુર પારેખને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે મુકવામાં આવ્યા છે.અને લાંબા સમયથી ખાલી પડેલી જિલ્લા શિક્ષણાધિકારીની જગ્યા ભરી આ જગ્યા ઉપર બી.એમ.સોલંકીની નિમણુંક કરવામાં આવી છે.