મોરબી : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ રમેશભાઈ રબારી દ્વારા જિલ્લા કલેક્ટને વોટ્સએપ દ્વારા રજૂઆત કરીને લીલા ઘાસ અને ખોળ કપાસિયામાં ચાલતી લૂંટ અટકાવવા માંગ કરાઈ છે. આ રજુઆતમાં જણાવ્યા અનુસાર મોરબી જીલ્લામાં હાલમાં કોરોનાની મહામારી વચ્ચે મોરબી જિલ્લાના માલધારીઓ જે દૂધનો વ્યવસાય કરે છે તે સવાર-સાંજ મોરબી શહેર તેમજ આજુબાજુ વિસ્તારમાં ઘેર ઘેર દૂધ પહોંચાડે છે ત્યારે મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારના સીમમાં સુકુ ઘાસ પશુઓ માટે ચારો કરી શકે તેમ નથી. ગ્રામ્ય વિસ્તારની સીમમાં સુકુ ઘાસ કોઈપણ જગ્યાએ સીમમાં સુકુ ઘાસ બચ્યું નથી ત્યારે માલધારીઓને લીલો ધાસ હાલમાં હાલમાં મોંઘા ભાવે માલધારીઓને લીલુ ઘાસ ખરીદવું પડે છે. આ લીલા ઘાસના વેપારીઓ તેમજ ખોળ કપાસિયાના વેપારીઓ ભાવ વધારે લઈ રહ્યા છે. વધુમાં જણાવેલ છે કે કપાસિયા તેમજ લીલું ઘાસ મોરબી શહેરમાં માલધારી સિવાય શહેરના સામાજિક સંસ્થાઓ દ્વારા રખડતા ભટકતી ગાયોને તેમજ અન્ય પશુઓને ચારો પૂરો પાડવામાં આવે છે. આ મોંઘા ભાવનો ચારો સેવા કરતાં તેમજ માલધારીઓને હાલમાં પરવડે તેમ નથી. તો લીલા ઘાસ અને ખોળ કપાસિયાનું ભાવ બાંધણી થાય તેમજ માલધારીઓ તેમજ સેવા કરતી સામાજીક સંસ્થાઓ લૂંટાતી બંધ થાય, તે અંગે તાત્કાલિક ધોરણે મોરબી જિલ્લામાં વ્યાજબી ભાવ મળે ઉપરાંત મોરબી જિલ્લાના માલધારીઓ માટે વિશેષ પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગણી કરાઈ છે તેમજ મોરબી જિલ્લાના ફોરેસ્ટ ખાતાના ગોડાઉનમાં રહેલ સુકુ ઘાસ તાત્કાલિક ધોરણે ગ્રામ્ય વિસ્તારમાં તેમજ શહેર વિસ્તારમાં રહેતા માલધારીઓને ફાળવવામાં આવે તેવી અપીલ કરાઈ છે.