વોર્ડ નં. 4ના કાઉન્સિલરની જિલ્લા કલેક્ટરને રજુઆત મોરબી : મોરબીના સામાકાંઠાના અમુક વિસ્તારમાં ગ્રામ પંચાયતના સર્વે નંબરના હોય પરંતુ આ વિસ્તારો પાલિકામાં ટેક્સ ભરતા હોય અને પાલિકાની ચૂંટણીમાં મતદાન કરતા હોવાથી આ વિસ્તારોને મોરબી પાલિકામાં સમાવેશ કરવાની માંગ સાથે વોર્ડ નં. 4ના કાઉન્સિલરે જિલ્લા કલેક્ટરને રજુઆત કરી છે. વોર્ડ નં. 4ના કાઉન્સિલર જશવંતીબેન શિરોહિયા અને કોંગ્રેસ આગેવાન સુરેશભાઈ શિરોહિયાએ જિલ્લા કલેક્ટરને રજુઆત કરી હતી કે મોરબીના સામાકાંઠાના વોર્ડ નં. 4માં ઘણી-ખરી સોસાયટીના સર્વે નંબર ત્રાજપર ગ્રામ પંચાયતના હોવા છતાં રાજ સોસાયટી, અનુપમ સોસાયટી, વૃષભનગર 1 થી 4, પાવન પાર્કની અમુક સોસાયટીઓ પાલિકામાં જ મતદાન કરે છે અને પાલિકામાં જ વેરો ભરે છે. આવી જ રીતે, નઝરબાગ પાછળ આવેલી ગાંધી સોસાયટી પણ પાલિકામાં મતદાન કરે છે. જો કે તેમનો મતાધિકાર છીનવાઈ ન જાય અને હાલમાં પંચાયતના સર્વે નંબરના હોવા છતાં નગરપાલિકા મતાધિકાર ભોગવતા હોવાથી ગાંધી સોસાયટીની સીટી સર્વેનું પ્રમાણપત્ર મામલતદારે આપેલ છે. તેથી, આ વિસ્તારોને નગરપાલિકાના હદ વિસ્તારમાં સમાવવાની માંગ કરી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate