મોરબી : મોરબીના ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી મનીષભાઈ કેશવજીભાઈ મોરડીયા સાથે માણેકવાડાની જમીન વેચાણના નામે 75,75,000 રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ તાજેતરમાં નોંધાઈ હતી. આ ફરિયાદમાં આરોપી તરીકે 'વકીલ અકીભાઈ શાહ' નું નામ દર્શાવવામાં આવ્યું હતું. જેને પગલે મોરબીના એડવોકેટ અકીક જયેશભાઈ શાહના ભળતા નામનો દુરુપયોગ થયો હોવાનું સામે આવતા તેમણે મોરબી પોલીસ અધિક્ષક કચેરી ખાતે આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અરજી કરી છે.એડવોકેટ અકીક જયેશભાઈ શાહે પોલીસને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, ગત 14/03/2026 ના રોજ તેમને જાણવા મળ્યું હતું કે 75,75,000 ની છેતરપિંડીના કેસમાં 'વકીલ અકીભાઈ શાહ' અને અન્ય 4 આરોપીઓ વિરુદ્ધ FIR (નંબર 11189005260530, તા. 13/03/2026) નોંધાઈ છે. આ બાબતે અકીક જયેશભાઈ શાહે તપાસ અધિકારી કરકરેને મળીને સ્પષ્ટતા કરી હતી કે આ કેસમાં તેમની કોઈ સંડોવણી નથી. ત્યારબાદ પોલીસે ફરિયાદી મનીષભાઈને બોલાવીને ખરાઈ કરતા તેમણે પણ નિવેદન આપ્યું હતું કે તેઓ વકીલ અકીક જયેશભાઈ શાહને ઓળખતા નથી અને ફરિયાદમાં લખેલ વ્યક્તિ અલગ છે. જેનું વિડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ એડવોકેટ અકીક શાહે ગુજરાત હાઈકોર્ટની વેબસાઈટ પર તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મૂળ આરોપી 'અકીબશા હારુનશા દિવાન' છે. આ આરોપીએ FIR માંથી પોતાનું નામ રદ કરવા હાઈકોર્ટમાં CRMA/7379/2026 પણ દાખલ કરેલ છે. આરોપી અકીબશા હારુનશા દિવાને ફરિયાદી મનીષભાઈને પોતાની ખોટી ઓળખ 'વકીલ અકીભાઈ શાહ' તરીકે આપી હતી અને બદઈરાદાથી એડવોકેટ અકીક જયેશભાઈ શાહના ભળતા નામનો દુરુપયોગ કરી તેમની પ્રતિષ્ઠાને ભારે નુકસાન પહોંચાડ્યું છે.આથી, પોતાના નામનો દુરુપયોગ કરી ખોટી ઓળખ આપનાર આરોપી અકીબશા હારુનશા દિવાન સામે કડક કાનૂની કાર્યવાહી કરવા એડવોકેટ અકીક જયેશભાઈ શાહે મોરબી પોલીસ અધિક્ષક કચેરી સમક્ષ લેખિતમાં રજૂઆત કરી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiPolice #CrimeNews #FraudCase #FakeIdentity #Advocat