અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ - મોરબી દ્વારા રાજ્ય કક્ષાએ રજુઆત મોરબી : કોરોના કાળને કારણે હાલ રાજ્યભરમાં સરકાર દ્વારા બાળકોને ઘરેબેઠા ભણાવવા માટે ઓનલાઈન શિક્ષણ પ્રક્રિયા ચાલુ છે.પણ સરકારી શાળાના શિક્ષકોને જુદીજુદી એપથી ઓનલાઈન શિક્ષણની તાલીમ અપાતી હોય તેમાં શિક્ષકો પર કામગીરીનું ભારણ વધ્યું છે.આથી સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો પર મોબાઈલ વપરાશનું ભારણ ઘટાડવા તેમજ જુદી જુદી એપના બદલે એક જ એપના માધ્યમથી તમામ પ્રકારની તાલીમો આપવા માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ - મોરબી દ્વારા રાજ્ય કક્ષાએ રજુઆત કરવામાં આવી છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ - મોરબી દ્વારા રાજ્ય સરકારને રજુઆત કરવામાં આવી હતી કે , હાલ કોરોના કાળમાં શાળાઓ બંધ હોવાથી કારણે ઓનલાઈનના માધ્યમથી બાળકોને શિક્ષણ આપવા માટે શિક્ષકોને અનેક પ્રકારની કામગીરી જેમ કે જુદી જુદી તાલીમો માટે જુદી જુદી એપ આપવામાં આવતી હોય છે.તમામ એપને ડાઉનલોડ કરવી,દરેકના યુઝર આઈડી પાસવર્ડ યાદ રાખવામાં ખુબજ મુશ્કેલી પડે છે અને અનેક પ્રકારની એપના કારણે મોબાઈલ પણ હેંગ થઈ જાય છે.નિષ્ઠા તાલીમ જે દીક્ષા એપના માધ્યમથી સતત અઢાર દિવસ સુધી મોબાઈલ પર લેવાની છે.ચેતના તાલીમ,હોમ લર્નીગ ટ્રેનિંગ, ફિટ ઈન્ડિયા ટ્રેનિંગ,નોડલ ટીચર ટ્રેનિંગ,કોવિડ - 19 ટ્રેનિંગ આ બધી જ તાલીમો મોબાઈલ પર લેવાની હોય છે.આ ઉપરાંત દરરોજ પોતાના વર્ગના ચાલીસ બાળકોને મોબાઈલથી હોમ વર્ક આપવું, વિદ્યાર્થીઓ હોમ વર્ક કરે છે કે નહીં એની દરરોજ વાલી સાથે મોબાઈલ પર ચર્ચા કરવી,દર મહિને લેવાતી ચાર ચાર એકમ કસોટીના પેપર દરેક બાળકના સ્કેનિંગ કરી ઓનલાઈન અપલોડ કરવા,ખેલો ઇન્ડિયાની ઝટીલ, લાંબી અને કઠિન માહિતી ઓનલાઈન ભરવી તેમજ માઈક્રોસોફ્ટ ટીમસના માધ્યમથી વર્ચ્યુઅલ કલાસ લેવામાં ખુબજ મુશ્કેલીઓ પડે છે. સામાન્ય રીતે ખેતી કરતા અને મજૂરી કરતા વાલીઓના બાળકો પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોતો નથી, બાળકોના વાલી પાસે મોબાઇલ હોય છે,પણ વાલી જ્યારે ઘરે આવે છે ત્યારે એક જ વાલીના બે ત્રણ સંતાન હોય ક્યા બાળકને મોબાઈલ વાપરવો એનો પ્રશ્ન થતો હોય છે વળી,દરેક વાલીના મોબાઈલમાં શિક્ષકે જ માઈક્રોસોફ્ટ ટીમ્સ, એપ ઈન્સ્ટોલ કરી આપવી પડે છે અને ટીમસ એપમાં બાળકોને લોગીન થવામાં મુશ્કેલીઓ પડે છે, તેમજ હાલ વિવિધ પ્રકારની ઓનલાઈન તાલીમમાં સર્વર ડાઉનના કારણે શિક્ષકોએ સતત મોબાઈલ પર રહેવું પડે છે નિષ્ઠા તાલીમમાં દિક્ષા એપ વારંવાર અન ઇન્સ્ટોલ કરી ઈન્સ્ટોલ કરવી પડે છે તો જ ચાલે છે,તેથી આ તમામ બાબતોમાંથી અમુક બાબતોમાં મુક્તિ આપવા રાજ્ય કક્ષાએ રજુઆત કરી હતી. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate