મોરબી : દુષ્કાળગ્રસ્ત મોરબી તાલુકાના નવા સાદુળકા વિસ્તારની આસપાસના ૨૦ જેટલા ગામોના ખેડૂતોએ ચોમાસા પહેલા ૧૫ મેની આસપાસ ધ્રાંગધ્રા શાખા કેનાલમાં પાણી છોડવા માટે મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી છે. બ્રાહ્મણીથી નવા સાદુળકા સુધીની કેનાલ અને માઇનોર કેનાલના લાભાર્થી ખેડૂત ખાતેદારોએ મુખ્યમંત્રીને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે કેનાલના આ પૂંછડીયા ભાગમાં જે જે ગામો આવેલા છે ત્યાં માઇનોર પેટા કેનલો કમ્પ્લીટ હોવા છતાં પાણી પહોંચતું નથી. કારણકે ઢાંકીથી બ્રાહ્મણી સુધીનું અંતર વધુ હોવા ઉપરાંત બ્રાહ્મણી ડેમ ભરાયા બાદ જ નવા સાદુળકા સુધી પાણી પહોંચે છે. લાંબુ અંતર અને પૂંછડીઓ કેનાલ વિસ્તાર હોવાથી પાણી પહોંચતા ખૂબ સમય લાગે છે. આ કારણોસર ગત શિયાળુ પાક પણ પૂરતા વિસ્તારમાં લઈ શક્યો નથી. વરસાદની અનિયમિતતાની સહુથી વધુ અસર પણ આ વિસ્તારમાં વર્તાય છે. આ સઘળા સબળ કારણોસર અમારી માંગ મુજબ ૧૫ મેની આસપાસ જો કેનાલમાં પાણી છોડવામાં આવે તો ૨૦ ગામોના ખેડૂતોની કફોડી હાલતમાં સુધારો થાય એમ છે એવું ખાતેદાર ખેડૂતો વતી કાંતિભાઈ ડાયાભાઈ માકાસણાએ મુખ્યમંત્રીને કરેલી રજુઆતમાં જણાવ્યું છે અને આશાવાદ વ્યક્ત કર્યો છે કે સરકાર ૨૦ ગામોના ખેડુઓનો પોકાર સાંભળશે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news