મોરબી : મોરબીના વેપારી મિત્ર મંડળ દ્વારા સાતમ-આઠમના તહેવાર નિમિતે શુદ્ધ ઘીની મીઠાઇઓનું તારીખ 18ને રવિવારે બપોરે 1:00થી 3:00 વાગ્યા સુધી લોહાણા મહાજનવાડી, સુધારા શેરી, મોરબી ખાતે રાહતભાવે વિતરણ કરવામાં આવશે. મોરબીના વેપારી મિત્ર મંડળ દ્વારા આગામી તારીખ 18ના રોજ શુદ્ધ ઘીના મોહનથાળ, ટોપરાપાક અને કાજુમેસુબનું બોક્સ પેકીંગમાં વિતરણ કરવામાં આવશે. આ વિતરણ જાહેર જનતાના હિતાર્થે સર્વ જ્ઞાતિના લોકો માટે કરવામાં આવશે. આ વિતરણનો લાભ લેવા માટે તારીખ 9ને શુક્રવારથી તારીખ 14ને બુધવાર સુધીમાં બુકીંગ કરાવવાનું રહેશે. આ વિતરણ માટેનું બુકીંગ દલીચંદ જેરામભાઈ, પરાબજાર, જયવીન રમેશભાઈ ભગત, ગાંધી બજાર, ગ્રીનચોક અથવા ચંદન કિરાના સ્ટોર, કુળદેવી પણ સામે, મોરબી-2 ખાતે કરાવવાનું રહેશે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne