નેશનલ કક્ષાની ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન : કેમ્પમાંથી સિલેક્ટ થયા બાદ કોલમ્બિયા ખાતે યોજાનાર અન્ડર-૨૦ ફૂટબોલ વર્લ્ડકપમાં રમશે મોરબી : મોરબીના દીપ નાયકપરાની ઇન્ડિયન ફૂટબોલ ટીમના કેમ્પમાં પસંદગી કરવામાં આવી છે. આ કેમ્પમાંથી સિલેક્ટ થયા બાદ દીપ નાયકપરા કોલમ્બિયા ખાતે યોજાનાર અન્ડર-૨૦ ફૂટબોલ વર્લ્ડકપમાં રમશે. મોરબીના રવાપર રોડ પર રહેતા અને સિગ્નેચર સિરામિકના પાર્ટનર હિતેશભાઈ નાયકપરાના ધો. ૧૨માં અભ્યાસ કરતા પુત્ર દીપ નાયકપરાની બેંગલોર ખાતે યોજાયેલી નેશનલ કક્ષાની અન્ડર-૨૦ ફૂટબોલ ચેમ્પિયનશીપમાં પસંદગી થઈ હતી. ટુર્નામેન્ટમાં ભારતભરની ટીમોએ ભાગ લોધો હતો. જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન રહેતા દીપ નાયકપરાની ઇન્ડિયા ફૂટબોલ ટીમના કેમ્પમાં પસંદગી કરવામાં આવી છે. ઇન્ડિયન ફૂટબોલ ટીમમાં દેશભરના કુલ ૩૦ જેટલા પ્લેયર્સની પસંદગી કરવામાં આવી છે. આ કેમ્પમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્લેયર્સની અન્ડર-૨૦ ફૂટબોલ વર્લ્ડકપમાં પસંદગી કરવામાં આવશે. બાદમાં આ પ્લેયર્સ કોલમ્બિયા ખાતે યોજાનાર વર્લ્ડકપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.