ભાણેજ જમાઈના મોટર સાઇકલ પાછળ બેસી જતા હતા ત્યારે જાંબુડિયા બ્રિજ નજીક બનેલો બનાવ મોરબી : નેશનલ હાઇવે ઓથોરિટીના પાપે મોરબી વાંકાનેર હાઇવે ઉપર અનેક જગ્યાએ જીવલેણ ખાડા લોકો માટે અકાળે મોતનું કારણ બની રહ્યા છે ત્યારે આવા જ એક કિસ્સામાં ભાણેજ જમાઈના બાઈક પાછળ બેસી જઈ રહેલા વૃદ્ધા અચાનક ખાડો આવતા ઉથલી પડતા ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મયાબેન રામગરભાઈ ગૌસ્વામી ઉ.70 પોતાના ભાણેજ જમાઈ કિશનગીરી રમેશગીરી ગોસ્વામી રહે. વાંકાનેર, ભાટીયા સોસાયટી, વાંકાનેર વાળાના બાઈક પાછળ બેસી જતા હતા ત્યારે નવી આરટીઓ કચેરી જાંબુડિયા બ્રિજ પાસે રોડ ઉપર અચાનક ખાડો આવતા મયાબેન ઉથલી પડતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટનામાં રાજકોટ રહેતા મયાબેનના પુત્ર મુકેશગર રામગર ગોસ્વામીની ફરિયાદ ના આધારે બાઈક ચાલક કિશનગીરી રમેશગીરી ગોસ્વામી રહે. વાંકાનેર, ભાટીયા સોસાયટી વાંકાનેર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૨૭૯, ૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી આરોપી બાઈક ચાલકને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..