મોરબી : મોરબી નિવાસી નવીનચંદ્રભાઈ દોશી (ઉ.વ.81) તે સ્વ.વનેચંદ ત્રિભોવનદાસ દોશીના પુત્ર તેમજ ભાવેશભાઈ દોશી (મોરબી નગરપાલિકા,ઇન્ડિયન લાયન્સ કબલ-મોરબીના પ્રમુખ, વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિના સેક્રેટરી), યતીનભાઈ, સોનલબેન, જિતેશભાઈના પિતા અને સ્વ.મહેન્દ્રભાઈ, બીપીનભાઈ, પ્રવીણભાઈ, ભુપતભાઈ, ભરતભાઇના મોટાભાઈ તેમજ જિતેન્દ્ર, પ્રિયાંગ, દીપેન, નિમેષ, યશના ભાઈજીનું તા. 2 ના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તા.4 ના રોજ ગુરુવારે સાંજે 4 વાગ્યે દરબારગઢ જૈન ઉપાશ્રય-મોરબી ખાતે રાખેલ છે.