મોરબી : મોરબી નિવાસી મ.ક.સ.સુ. જ્ઞાતિના ધીરજબેન જગદીશભાઈ પરમાર (ઉ.વર્ષ-૬૨), તે (પરમાર લેડીઝ ટેઈલરવાળા) જગદીશભાઈ બેચરભાઈ પરમારના ધર્મપત્નિ તથા પિયુષભાઈ અને સ્વાતીબેન અભયકુમાર મકવાણા (ગ્રાફિક મેન્સ વેર - રાજકોટ)ના માતુશ્રી તેમજ સ્વ. લાલજીભાઈ, વસંતભાઈ તથા અશ્વિનભાઈના ભાતૃપત્નિ તથા સ્વ. દેવશીભાઈ રાજાભાઈ પીઠડીયા (જૂનાગઢવાળા)ના પુત્રીનુ તા ૨૭|૧|૨૦૨૨ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી બન્ને સાથે તા. ૨૮|૧|૨૦૨૨ ને શુક્રવારના રોજ સાંજે ૪|૩૦ થી ૫|૩૦ કલાક દરમિયાન તેમના નિવાસસ્થાન ખાતે રાખવામાં આવેલ છે. (જગદીશભાઈ બેચરભાઈ પરમાર મો નં--98794 92195, પિયુષભાઈ જગદીશભાઈ પરમાર મો નં--88660 35045, જગદીશભાઈ દેવશીભાઈ પીઠડીયા મો નં--99785 23745, પ્રશાંતભાઈ કાન્તિભાઈ પીઠડીયા મો નં--90990 24304)