મોરબી : મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામમાં મેક્ષ ગ્રેનાઇટ કારખાનામા ગઈકાલે તા. 10ના રોજ ભુરૂભાઇ રડીયાભાઇ વાતકલા કામ કરતા હતા. ત્યારે અકસ્માતે મશીનના પટ્ટામાં આવી જતા તેનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.