મોરબી : મોરબી તાલુકામાં ખાણમાં ડૂબી જતાં જાંબુડીયા ગામના યુવકનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની મળતી માહિતી મુજબ પાનેલી રોડ પર ઇસ્કોન સિરામિક નજીકના મચ્છુનગર પાસે પાણીની ખાણમાં ડૂબી જતા દિનેશ મહાદેવભાઇ કુણપરા (ઉંમર વર્ષ 22, રહે. જાંબુડીયા)નું મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે મૃતક દિનેશભાઈ મચ્છુનગર વિસ્તારમાં રહેતા સંબંધીના ઘરે બેસવા ગયા હતા. ત્યારબાદ રાત્રે ઘરે પરત ફરવા નીકળ્યા હતા. પરંતુ ઘરે પહોંચ્યો ન હતા. તેમની શોધખોળ કરતા ખાણના પાણીમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની પોલીસે નોંધ કરી હાલ વધુ તપાસ કરવામાં આવી રહી છે.