મોરબી : મોરબી તાલુકામાં લગધીર પુર રોડ પર ફલોરા સીરામિક સામે કેનાલમા ડૂબી જતા યુવકનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. ગત તા. 1ના રોજ મોરબી તાલુકાના લગધીર પુર રોડ પર ફલોરા સીરામિક સામે કેનાલમા વિક્રમસિંગ શંકરસીંગ ચૈાહાણ (ઉ.વ. ૧૮, રહે ફલોરા સીરામિક) ન્હાવા જતા હતા. તે વખતે વિક્રમસીંગ પાણીમા ડુબી ગયા હતા. જેના લીધે તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે ગઈકાલે તા. 5ના રોજ પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ હતી.