મોરબી : મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સીરામીક ફેકટરીમાં કામ કરતો શ્રમિક યુવાન ટ્રેક્ટરની હડફેટે ચડી જતા તેનું મોત નીપજ્યું હતું.આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના જેતપર રોડ ઉપર આવેલ ઓકલેન્ડ સીરામીક કારખાનામાં મજુરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની ખુમસિંગ ઉર્ફે અજિતભાઈ ધારજીભાઈ ભીલવાલ ઉ.વ.28 નામનો મજુર યુવાન તા.17ના રોજ આ કારખાનામાં કામ કરતો હતો.ત્યારે આ કારખાનામાં આવેલા ટ્રેકટરની ઠોકરે ચડી જતા શ્રમિક યુવાનનું મોત નીપજ્યું હતું.તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne