મોરબી નિવાસી ડાયાભાઈ રાઘવજીભાઈ માકાસણાનું અવસાન, ગુરુવારે બેસણું મોરબી : મોરબી નિવાસી ડાયાભાઈ રાઘવજીભાઈ માકાસણા (ઉં. વ. 77) તે નિલેશભાઈ (મો. નં. 98980 28253)ના પિતા, હસમુખભાઈ, શામજીભાઈ, મુકેશભાઈના ભાઈ, પરમેશ નિલેશભાઈ માકાસણા, દેવર્ષ ગૌરાંગભાઈ માકાસણા, કબીર ગૌરાંગભાઈ માકાસણાના દાદા, ગૌરાંગભાઈ શામજીભાઈ માકાસણાના કાકા, શીવાભાઈ દેવશીભાઈ ભાલોડીયા, પ્રભુભાઈ દેવશીભાઈ ભાલોડીયાના બનેવીનું તારીખ 14-6-2026 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 18-6-2026 ને ગુરુવારે સવારે 8 થી 10 કલાકે દ્વારકાધીશ હોલ, એસપી રોડ, કસ્તુરી ગ્રીન પાસે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.