મોરબીના 3 અધિકારીઓને પ્રમોશન સાથે અન્ય જિલ્લાઓમાં મહત્વની જવાબદારી સોંપાઈમોરબી: રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રમાં મોટાપાયે બદલીઓ અને બઢતીઓ કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લામાં ફરજ બજાવતા 3 અધિકારીઓને પ્રમોશન આપીને અન્ય સ્થળોએ મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. મોરબીથી અન્ય જિલ્લાઓમાં પ્રમોશન સાથે બદલી પામેલા અધિકારીઓની વિગતવાર માહિતી નીચે મુજબ છે:• વી. ડી. સાકરિયા: તેઓ વાંકાનેર ખાતે પ્રાંત ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. તેમને પ્રમોશન આપીને સુરેન્દ્રનગર ખાતે રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર (RAC) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.• યુ. એમ. પટેલ: તેઓ મોરબી કલેક્ટર કચેરીમાં ડેપ્યુટી કલેક્ટર-1 તરીકે કાર્યરત હતા. તેમને પ્રમોશન આપીને વડોદરા ખાતે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના જોઈન્ટ ડાયરેક્ટર તરીકે મુકવામાં આવ્યા છે.• કે. આર. વાળા: તેઓ મોરબી મહાનગરપાલિકામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. તેમને પ્રમોશન સાથે ગાંધીનગર ખાતે ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડમાં ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકે બદલી આપવામાં આવી છે.#MorbiUpdate #MorbiNews #Morbi #Wankaner #GujaratOfficersTransfer #Transfer #Promotion #GujaratGovernment