મોરબી : મોરબીના ધરમપુર - ટીંબડી ગામે રહેતી પરિણીતા રસોઈ બનાવતી વખતે દાઝી જતા તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી તાલુકાના ધરમપુર-ટીંબડી ગામે રહેતી પૂનમબેન કોશિકભાઈ માક્સણા ઉ.વ.27 નામની પરિણીતા ગઈકાલે સાંજના સમયે પોતાના ઘરે રસોઈ બનાવતી હતી અને રસોઈ બનાવતી વખતે પરિણીતા દાઝી જતા તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ બનાવ અંગે પોલીસે જણાવ્યું હતું કે, દાઝી જનાર પરિણીતાના આશરે અઢી વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને સંતાનમાં એક પુત્ર છે.