શ્રીનાથજીના આઠે સમાના દર્શન સાથે નિધિ દવે સહિતના કલાકારોનો સત્સંગ કાર્યક્રમ યોજાશે મોરબી : મોરબીના ડાયમંડનગર ખાતે આવેલા રામજી મંદિર ચોકમાં આગામી ૧૫ મીએ શ્રીનાથજીની ઝાંખીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રીનાથજીના આઠે સમાના દર્શન તેમજ જાણીતા કલાકાર નિધિ દવે, નીતિન દેવડા, જયેશ દવે અને અમિત ગોસાઈનો સત્સંગ કાર્યક્રમ યોજાશે. રાજકોટના શ્રીજી પૂર્ણિમા સત્સંગ મંડળ અને ભુપેન્દ્રભાઈ ખખ્ખર દ્વારા મોરબીના ડાયમંડનગરમાં આવેલા રામજી મંદિર ચોક ખાતે આગામી તા. ૧૫ ને રવિવારે રાત્રે ૯ થી ૧૨ સુધી શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં શ્રીનાથજીના આઠે સમાના દર્શન નો અમૂલ્ય લાભ ભાવિકો લઇ શકશે. આ ઉપરાંત જાણીતા કલાકાર નિધિ દવે, નીતિન દેવડા, જયેશ દવે અને અમિત ગોસાઈનો સત્સંગ કાર્યક્રમ યોજાશે. શ્રીનાથજીની ઝાંખીનો લાભ લેવા રાજનીકાંતભાઈ ગાંભવા, મહેશભાઈ કાસુન્દ્રા, વિક્રમભાઈ ગાંભવા, રમણિકભાઈ બોડા, ગીરીશભાઈ લિખિયા, મગનભાઈ ભાલોડિયા, પ્રાણજીવનભાઈ બાવરવા, કેતનભાઈ બારૈયા, ભરતભાઈ ભાલોડિયા, જયસુખભાઈ ગોધાણી, કિશોરભાઈ કાસુન્દ્રા અને નિલેશભાઈ કોરડીયાએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.