મોરબીઃ મોરબી દશનામ યુવક મંડળ દ્વારા આયોજિત ચતુર્થ રજવાડી સમૂહ લગ્નોત્સવનું આયોજન આગામી તારીખ 11 માર્ચ 2023ના રોજ કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમવાર રાત્રિના સમયે સમૂહલગ્ન યોજાશે. મોરબી દશનામ યુવક મંડળ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં જોડાવા માટે દીકરો અથવા દીકરી મોરબી જિલ્લાના વતની હોવા જોઈએ. આ સમૂહલગ્નમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1-2-2023 રહેશે. આ સમૂહલગ્નમાં નામ નોંધણી કરવા માટે તેમજ દીકરીઓને કરિયાવરમાં ચીજવસ્તુઓ સહિત દાન આપવા માટે મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ કાર્યાલય ઓફીસ શિવ ડિઝિટલ, 20 ઘનશ્યામ ચેમ્બર, દરિયાલાલ ઇલેક્ટ્રોનિકસની બાજુમાં, જુના મહાજન ચોક, મોરબી અથવા વધુ વિગત માટે તેજશગીરી મો . નં. ૯૮૭૯૫ ૯૦૧૪૬ અથવા અમિતગીરી મો. નં. ૯૯૧૩૮ ૯૬૯૧૭ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.