મોરબીઃ મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા સાતમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નોત્સવ ફાગણ વદ 10 (દસમ), શનિવાર તા.14-03-2026ના રોજ સાંજના રાખવામાં આવ્યા છે. સમૂહ લગ્નમાં જોડાવા ઈચ્છતા દશનામ સમાજના યુવક-યુવતીઓના વાલીઓએ તા.31-12-2025 સુધીમાં સંપર્ક કરવા જણાવાયું છે. 7 દીકરીઓના સમૂહ લગ્ન કરવાના હોય વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધાવી લેવા જણાવાયું છે. આ સમૂહ લગ્નમાં જે કોઈ પણ રોકડ રકમ કે કરિયાવરનું દાન આપવા ઇચ્છતા હોય તે દાતાઓને પણ સંપર્ક કરવા જણાવાયું છે.સમૂહ લગ્નમાં નામ નોંધણી માટે અથવા દાન માટે દશનામ ગોસ્વામી યુવક મંડળના બળવંતગીરી દેવગીરી મો.નં. 95583 15315, નિતેષગીરી મનહરગીરી મો.નં. 98252 64061, અમિતગીરી ગુણવંતગીરી મો.નં. 99138 96917, તેજસગીરી મગનગીરી મો.નં. 98795 90146, હાર્દિકગીરી દિલીપગીરી મો.નં. 96383 13123, દેવેન્દ્રગીરી ગણપતગીરી મો.નં. 96383 54610, પ્રકાશગીરી ફુલગીરી મો.નં. 99257 41924 નો સંપર્ક સાધવા જણાવાયું છે.