મોરબી : હાલ ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ ચાલી રહી છે. ત્યારે મોરબી જિલ્લા સમસ્ત દશનામ ગોસ્વામી સમાજના યુવક મીહિરગીરી ગોસાઈએ ટેબલ ટેનિસ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો છે. જ્યારે તેમના જ ભાઈ દુષ્યંતગીરી ગોસાઈએ ત્રીજો નંબર મેળવીને સમાજનું ગૌરવ વધાર્યું છે.16 જાન્યુઆરીના રોજ ન્યૂએરા સ્કૂલ ખાતે ખેલ મહાકુંભની ટેબલ ટેનિસની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મોરબી જિલ્લામાં સિંગલમાં મીહિરગીરી કે. ગોસાઈએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેણે 11મી વખત પ્રથમ નંબર મેળવ્યો છે. તથા તેમના ભાઈ દુષ્યંતગીરી કે. ગોસાઈ ત્રીજા સ્થાને રહ્યા છે. બન્ને ભાઈઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને મોરબી જિલ્લા સમસ્ત દશનામ ગોસ્વામી સમાજનું ગૌરવ વધાર્યું છે. હવે બન્ને ભાઈઓ રાજ્યકક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. ત્યારે સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ જ્ઞાતિ ટ્રસ્ટી મંડળ વતી પ્રમુખ ગુલાબગીરી ગોસ્વામીએ બન્નેને શુભેચ્છા પાઠવી છે.