મોરબીમાં મીઠાઈ ફરસાણના 150 થી વધુ વેપારીઓને તડાકો : શુદ્ધ ઘીના સાટા, જલેબી હોટફેવરિટ મોરબી : મોરબીના સ્વાદ રસિયા નગરજનો દશેરાના દિવસે જાજા નહિ તો થોડા અધધ 10 ટનથી વધુ સાટા અને એટલી જ જલેબી તેમજ ચોરાફળી અને પાપડી ઝાપટી જશે પરિણામે મોરબીના 150 જેટલા વેપારીઓને ચાંદી ચાંદી થી જશે. ખાણી પીણીની બાબતોમાં મોરબીના શહેરીજનોનો ટેસ્ટ જરા હટકે છે અહીં ગરમાગરમ ફાફડા સાથે જલેબીને બદલે સૂકીભાજી ખવાઈ છે અને અડધીરાત્રે પણ ભૂંગરા બટેટાની મોજ માણવાવાળા સ્વાદ રસિયાઓ પડ્યા છે ત્યારે દરવર્ષે દશેરામાં પેટભરીને મીઠાઈ ખાતા સ્વાદ શોખીનોએ ઓણ સાલ બે-બે દશેરાનો આનંદ માનવ મળશે કારણ કે આજે રાજ્યભરમાં દશેરા મનાવવામાં આવી રહ્યો છે ત્યારે મોરબીમાં આવતીકાલે દશેરા મનાવવામાં આવનાર હોય વેપારીઓને તડાકો બોલી ગયો છે. મોરબીના મીઠાઈ ફરસાણના પ્રસિદ્ધ વેપારીઓના જણાવ્યા મુજબ દશેરા દરમિયાન મોરબીમાં જુદા-જુદા પ્રકારના સાટા, જલેબી, પાપડી, ચોરાફળીની વિશેષ માંગ રહે છે, સાથે સાથે દૂધની મીઠાઈ, બંગાળી સ્વીટ,નઘારી,સહિતની આઇટમોનું પણ વેચાણ થાય છે અને અંદાજ મુજબ 10 ટનથી વધુ સાટા અને એટલી જ ગરમ ગરમ જલેબીનું વેચાણ થાય છે. ઉલ્લેખનીય છે કે મોરબીમાં શુદ્ધ ઘીના સાટા અને શુદ્ધ ઘીની જલેબીની વિશેષ માંગ રહે છે અને શહેરમાં 10 થી 15ન મોટા વેપારીઓ સરેરાશ 1000 કિલોગ્રામથી વધુ મીઠાઈ વેચે છે જયારે બાકીના નાના વેપારીઓ પણ સરેરાશ 200થી 250 કિલોગ્રામ મીઠાઈ વેંચતા હોય મોરબીમાં દશેરાના પર્વમાં એક કરોડથી વધુની મીઠાઈ ઓહિયાં થી જાય છે. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='35343,35342,35344']