મોરબી:મોરબી ૧૮૧ અભયમની ટીમ દ્વારા જામનગરમાં સાસરું ધરાવતી અને વાંકાનેર પિયર ધરાવતી મહિલાને દારૂડિયા પતિના ત્રાસમાંથી મુક્ત કરવી માસુમ બાળકને ઉઠાવી જનાર પતિના કબજામાંથી છોડવી બાળકનો કબજો પણ સોપાયો હતો. મોરબી ૧૮૧ અભયમને થર્ડ પાર્ટી કોલ મારફત માહિતી મળી હતી કે વાંકાનેર રેલવે સ્ટેશન ખાતે અજાણી મહિલાને તેનો પતિ દારૂ પીને માર મારે છે અને બાળકને ઉઠાવી ભાગી ગયેલ છે. કોલ મળતાં જ અભયમના જાગૃતિબેન મકવાણા અને પાયલોટ રમેશભાઈ તુરત જ ઘટના સ્થળે દોડી જઇ ભોગ બનનાર મહિલાનું કાઉન્સિલિંગ કરતા બહેને જણાવ્યું હતું કે તેના સાસરિયા વળગાળની અંધશ્રદ્ધામાં વાંકાનેર દોરાધાગા કરવા લઈ ગયેલ અને બાદમાં તેણી પ્રેગ્નેન્ટ હોવા છતાં પતિએ દારૂ પી માર મારેલ અને બે વર્ષના છોકરાને લઈ નાસી ગયો હોવાનું જણાવેલ. આ મામલે અભયમ ૧૮૧ના જાગૃતિબેન અને પાયલોટ રામેશભાઈએ ગુજરાત રેલવે પોલીસની મદદ લઇ મહિલાના સસરાને બોલાવી તત્કાલિક બાળકનો કબજો મહિલાને અપાવી મહિલાને તેના પિયરપક્ષમાં મોકલી આપ્યા હતા.