મીનીવાન સહિત 4 લાખના મુદ્દામાલ સાથે 1 પકડાયો મોરબી : મોરબી એલસીબી ટીમે ખીરઇ ગામના પાટિયા નજીકથી 1 લાખના વિદેશીદારૂના જથ્થા સાથે 1 શખ્સને ઝડપી લઈ વાન સહિત 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મોરબી એલ.સી.બી. ટીમને ખાનગી બાતમી મળતા ખીરઈ ગામના પાટિયા પાસેથી મીનીવાન જીજે ૧૨ સીજી ૮૨૧૦ વિદેશી દારૂ સાથે પસાર થવાની બાતમી આધારે એલ.સી.બી ટીમે રાત્રીના વોચ ગોઠવતા ત્યાં થી પસાર થતી ગાડીને રોકીને તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ નંગ ૨૩૯,ચપલા નંગ ૨૪૦ અને બીયર નંગ ૧૨૦ સહિત કીમત ૧૦૭૭૦૦ અને ગાડી કીમત ૩૦૦૦૦૦ સહિત કુલ મુદામાલ ૪૦૭૭૦૦ સાથે ૧ આરોપીની ધરપકડ કરી છે.મોરબી એલ.સી.બી. પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. [caption id='attachment_4884' align='aligncenter' width='233'] ફાઈલ ફોટો[/caption]