ટ્રકમાં રહેલી દારૂની પેટીઓની ગણતરી શરૂ : દારૂની ૪૦૦ પેટીઓ હોવાનું અનુમાન મોરબીઃ મોરબી નજીક અણીયારી ટોલનાકા પાસેથી આરઆર સેલે ટ્રકમાંથી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. હાલ ગણતરી ચાલુ છે. કુલ ૪૦૦ પેટી દારૂ હોવાનું અનુમાન લગાડવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ આરઆર સેલે મોરબી નજીક આવેલા અણીયારી ટોલનાકા પાસેથી દારૂ ભરેલો ટ્રક પકડી પાડ્યો છે. આ ટ્રકમાં પાવડરની બોરીઓ નીચે દારૂની પેટીઓ છુપાવવામાં આવી હતી. દારૂ ભરેલ આ ટ્રક અમદાવાદ થી કચ્છ બાજુ જતો હતો. આ ટ્રકમાં રહેલી દારૂની પેટીઓની હાલ ગણતરી કરવામાં આવી રહી છે. કુલ ૪૦૦ પેટીઓ હોવાનું અનુમાન લગાડવામાં આવ્યું છે. આરઆરસેલે ટ્રકને ઉભો રખવતા ટ્રકમાં બેઠેલો શખ્સ નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ પ્રયાસ નિષફળ રહ્યો હતો. અને આ શખ્સને ઈજાઓ પહોંચી હતી. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.