મોરબીના ગૂંગણ ગામે વિદેશીદારૂના બે દરોડા : ૨.૫૨ લાખના મુદામાલ સાથે ત્રણ ઝડપાયા મોરબી : મોરબી તાલુકા પોલીસે આજે ગૂંગણ ગામે વિદેશીદારૂના બે અલગ - અલગ દરોડામાં ૨.૨૫ લાખના મુદામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે ગૂંગણ નજીક કારમાં વિદેશીદારૂનો જથ્થો લઈને નીકળેલા મયુરભાઈ બટુકભાઈ વાઘેલા અને મહાવીરસિંહ જાડેજાને ૬૦ બોટલ વિદેશી દારૂ કિંમત રૂ. ૨૭૭૬૦ અને કાર સહિત ૨,૨૭,૭૨૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા અને આ દારૂનો જથ્થો આમદ સલીમભાઈ મિયાણા અને મયુરસિંહ વિક્રમસિંહ જાડેજા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે બન્નેને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત બીજા દરોડામાં તાલુકા પોલીસે ગૂંગણ ગામેથી બળદેવ ઘોઘાભાઈ સાતોલાની વાડીના સેઢેથી ૭૬ બોટલ વિદેશીદારૂ ઝડપી લઈ રૂપિયા ૨૫૨૫૦ નો દારૂનો જથ્થો કબ્જે કરી અન્ય બે આરોપી પ્રવીણભાઈ ઉર્ફે પવો સતાભાઈ ઉપસરિયા અને ભુપત ઉર્ફે ભોલો દેવજીભાઈ કુંભરવાડિયાને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. આમ, બન્ને દરોડામાં કુલ મળી તાલુકા પોલીસે ૨,૫૨,૨૫૦ નો મુદામાલ જપ્ત કરી ત્રણ આરોપીઓને પકડી લઈ ચાર આરોપીઓને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. [caption id='attachment_4884' align='aligncenter' width='233'] ફાઈલ ફોટો[/caption]