મોરબીના લાલપર નજીક બે શખ્સ વિદેશી દારૂ સાથે મોરબી તરફ આવતા હોવાની બાતમીના આધારે તાલૂકા પોલીસે વોચ ગોઠવી અલગ અલગ બ્રાન્ડની રુ.5400ની કિંમતની વેદેશી દારૂની બોટલ સાથે 2 શખ્સને ઝડપી લીધા હતા. આરોપીઓ પાસે બોટલ નંગ 3 અને બાઈક સહિત રુ. 45400નૉ મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની પોલિસે સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ મોરબીના મોરબી વાંકાનેર હાઇવે પર આવેલ લાલપર ગામ નજીક બે શખ્સ વિદેશી દારૂ સાથે આવતા હોવાની બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને લાલપર ગામ નજીક આવેલ ઓમકાર પેટ્રોલપંપ સામે બાઇકમાં આવતા રફીક બચુ જેડા અને કિશન નટવરલાલ કુબાવતને રોકી અંગ ઝડતી કરતા તેમની પાસેથી રુ.5400ની કિંમતની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે બન્ને શખ્સની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. [caption id='attachment_23649' align='aligncenter' width='284'] ફાઈલ તસ્વીર[/caption]