સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી રાત્રિના સમયે અકસ્માત સર્જાવાની ભીતિ, જાગૃત નાગરિકે વિડીયો થકી તંત્ર સમક્ષ કરી રજૂઆતમોરબી અપડેટ : મોરબી શહેરમાં અનેક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે મોરબીના શનાળા રાજપર ચોકડીથી વિજય સોસાયટી તરફ જતા માર્ગ પર સ્ટ્રીટ લાઈટો બંધ હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. રાત્રિના સમયે આખો રસ્તો ઘોર અંધકારમાં ગરકાવ થઈ જાય છે, જેના કારણે અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.આ ગંભીર સમસ્યા અંગે મોરબીના જાગૃત નાગરિક દ્વારા રાત્રિના સમયનો એક વિડીયો શેર કરીને સ્થાનિક તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જાગૃત નાગરિકના જણાવ્યા પ્રમાણે અંધારાના કારણે આકસ્મિક બનાવ કે અકસ્માત સર્જાવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે, જે લોકોની સુરક્ષા માટે એક મોટો ખતરો છે. સ્થાનિક નાગરિકોની માંગ છે કે લોકોની સલામતી અને સુવિધાને ધ્યાનમાં રાખીને સંબંધિત તંત્ર અને અધિકારીઓ દ્વારા સત્વરે આ માર્ગ પર બંધ પડેલી સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવામાં આવે, જેથી રાત્રિના સમયે લોકો ભયમુક્ત થઈને અવરજવર કરી શકે.#MorbiUpdate #MorbiNews #Morbi #StreetLightIssue #Sanala #PublicSafety #MorbiAdministration #CitizenJournalism #Gujarat