બે દિવસ બાદ યુવાનના બહેનની સગાઈનો પ્રસંગ હોય ખુશીનો માહોલ ગમગીનીમાં ફેરવાયો મોરબી:મોરબીના દરજી યુવાને પોતાની દુકાનમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત નિપજયુ હતું,ઘટનાની કરુણતા તો એ છે કે બે દિવસ બાદ દરજી યુવાનની બહેનની સગાઈનો પ્રસંગ હોય ઘરમાં ખુશીનો માહોલ હતો એવા સમયે જ આ કરૂંણીકા સર્જાતા દરજી પરિવારમાં ગમગીની છવાઈ છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કન્યા છાત્રાલય રોડ પર દરજી સોસાયટીમાં રહેતા સંજયભાઇ વિનોદભાઇ સોલંકી ઉ.૩૪ અે પોતાની દુકાને કોઈ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઇ લેતા મોત નિપજ્યુ હતું. વધુ વિગત મુજબ મૃતકના બહેન ની બે દિવસ બાદ સગાઇ થવાની હોવાથી ધરે ખુશીના માહોલ હતો એવા સમયે જ આ દુઃખદ ઘટના બનતા દરજી પરિવાર પર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને ખુશીનો માહોલ શોકમાં ફેરવાયો છે.