સ્થાનિક કોર્પોરેટર નવનીત કુંડારિયાની રજૂઆતથી મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક કામગીરી: સોસાયટીઓ અને અન્ય વિસ્તારોમાં પણ ખાડા બૂરવા લોકોની માંગમોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના સતત ધમધમતા એવા ઉમિયા સર્કલ અને અવની ચોકડી વિસ્તારમાં પડી ગયેલા ખાડાઓ બૂરવાની કામગીરી કરવામાં આવી છે. સ્થાનિક કોર્પોરેટર નવનીત કુંડારિયાના પ્રયાસોથી આ મામલે તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવ્યા હતા. રાહદારીઓ અને વાહનચાલકોની સુવિધા માટે અને અકસ્માતો નિવારવા બંને મુખ્ય વિસ્તારોમાં પડેલા ખાડાઓને સિમેન્ટથી રિપેર કરી દેવામાં આવ્યા છે.મુખ્ય રસ્તાઓ પર ખાડાઓ બૂરવાની કામગીરી થતાં વાહનચાલકોને મોટી રાહત મળી છે. જોકે, આ સાથે જ સ્થાનિકો અને અન્ય સોસાયટીના રહીશો દ્વારા નવી માંગ ઉઠાવવામાં આવી છે. લોકો ઈચ્છી રહ્યા છે કે જે રીતે મેઈન રોડ પર સત્વરે કામગીરી થઈ છે, તેવી જ રીતે શહેરની વિવિધ સોસાયટીઓ અને અન્ય આંતરિક વિસ્તારોમાં પડેલા ખાડાઓ પણ મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક બૂરવામાં આવે, જેથી લોકોને પડતી હાલાકી દૂર કરી શકાય.#Morbi #MorbiUpdate #MorbiMunicipalCorporation #PotholesRepaired #RoadSafety #MorbiNews #NavnitKundariya