મોરબી : મોરબીના ડાન્સરની ઇન્ડિયાસ ડાન્સિંગ આઇડલ સિઝન ટુમા પસંદગી થઈ છે. આગામી ૨૩ મેથી આ રિયાલિટી શોનું દિલ્હીમાં શૂટ પણ શરૂ થવાનું છે. મોરબીમાં પીસ ડાન્સ એકેડમીના ડાયરેક્ટર તરીકે કાર્યરત તેમજ ડાન્સની સ્પર્ધામાં જજ તરીકેની ભૂમિકા નિભાવતા દર્શન પંડ્યાની ઇન્ડિયાસ ડાન્સિંગ આઇડલ સિઝન ટુમા પસંદગી થઈ છે. તેઓનું આગામી ૨૩ મેથી દિલ્હી ખાતે શુટીંગ પણ શરૂ થવાનું છે. તેઓ અગાઉ પણ સ્ટાર ઓફ ગુજરાત નામના રિયાલિટી શોમાં સિલેક્ટ થયા હતા. રાષ્ટ્રીય કક્ષાના શોમાં પસંદગી થતા તેઓ પર ઠેર ઠેરથી અભીનંદન વર્ષા પણ થઈ રહી છે.