મોરબી જિલ્લા સમસ્ત દલિત સમાજ દ્વારા આગામી તા.17ના રોજ વણકર સમાજની વાડી ,ભડીયાદ કાંટાની બાજુમાં મોરબી-2 ખાતે દલિત એકતા મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સાંજના 4થી 7 વાગ્યા સુંધી જાહેરસભા અને રાતે 8-30થી 2 વાગ્યા સુંધી પ્રવચન, સત્સંગ ,ભીમભજન ના કાર્યક્રમ યોજાશે.આ તકે રાષ્ટિય અઘ્યક્ષ જીજ્ઞેશ મેવાણી અને ગુરુપ્રકાશબાપા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના સમસ્ત દલિત સમાજના લોકોને હાજર રહેવાની અપીલ કરાય છે.