પાલિકાના કર્મચારીએ કરેલી ફરિયાદ મામલે ઉપવાસ આંદોલનને ૨૦ દિવસ થયા હોવા છતાં તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા ૧૫મીએ આત્મવિલોપમ કરવાની ચીમકી મોરબી : મોરબી પાલિકાના મહિલા કર્મચારીએ કરેલી ફરિયાદના વિરોધમાં અનુ. જાતિના આગેવાનો છેલ્લા કેટલાક દિવસથી ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે. તેમ છતાં તંત્ર હરકતમાં ન આવતા અનુ. જાતિના આગેવાનોએ આગામી ૧૫મી ઓગસ્ટના રોજ અનિશ્ચિત સંખ્યામાં આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. મોરબીની શાંતિવન સોસાયટીમાં રોડ મુદે અગાઉ અનુ.જાતિના આગેવાનો પાલિકા કચેરીએ રજુઆત કરવા ગયા હતા. તે દરમીયાન આગેવાનો અને પાલિકાના મહિલા કર્મચારી વચ્ચે માથાકૂટ થઈ હતી. બાદમાં આગેવાનોએ એસ્ટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામા પક્ષે પાલિકાના મહિલા કર્મચારીએ મુળજીભાઈ, રાજુભાઇ અને રામજીભાઈ પરમાર નામના ત્રણ આગેવાનો સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી. પાલિકાના મહિલા કર્મચારીએ નોંધાવેલી ફરિયાદ ખોટી હોવાનું જણાવીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ અનુ.જાતિના આગેવાનો સાથે ગત. ૨૫ જુલાઈથી નગરપાલિકામાં ડો. આંબેડકરની પ્રતિમા પાસે ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે. ૨૦ દિવસથી ઉપવાસ આંદોલન ચાલતું હોવા છતાં તંત્રએ કોઈ ધ્યાન ન આપતા અંતે અનુ. જાતિના આગેવાનોએ અનિશ્ચિત સંખ્યામાં ૧૫મી ઓગસ્ટના રોજ પાલિકામાં આવેલ ડો. આંબેડકરની પ્રતિમા સામે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે.